અમારી ન્યુ ઇરા સ્કુલની યાદો

 In Association with Amazon.in

“ચાલને દોસ્ત, બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ,

ખાટીમીઠી યાદોનું એક પોટલું બાંધી દઈયે.

જયાં હું કે તું નહી ફક્ત આપણે જ હોઈએ

કિટ્ટા ને બુચ્ચા, આ મારું છે, તને નહી આપું

જેવી ક્ષુલ્લક વાતો પર સાથે હસી લઈએ.

ચાલને દોસ્ત, બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ,

તારો uniform પહેરી લે, વોટર બોટલ લઈ લે.

Shoes ને blanco લગાવી લઈએ,

જો જે અમારુ skirt ને તમારું pant,

ટચલી આંગળી જેટલું લાંબું જોઈએ.

ચાલને દોસ્ત, બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ.

Sandwiches, બટાટાવડા, ભેળ ને આઇસ કૃીમ

ફક્ત ૪ આના મા અંબુભાઈની canteen મા ખાવા પહોંચી જઈએ.

પછી આપણા અગણિત શિક્ષકોના  વર્ગ મા હાજરી પુરાવી

બેંચ પર બેસી કલાસમાં થોડી ધમાલ કરી લઈએ.

સાહેબઅલી ને જાધવ સર સાથે ઊભી ખો બેઠી ખો બાસકેટ બોલ throw ball સાંકળી હુતુતુતુ

જેવી રમત રમી લઈએ.

ચાલને દોસ્ત, બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ,

Teacher’s Day પર સાડી કે ફુલ પેંટ પહેરી

થોડી style મારી લઈએ

અને farewell party વખતે

સૌથી સુંદર દેખાવાની સ્પર્ધા ત્યજી

એકમેકના દિલમાં વસી જઈએ.

ચાલને દોસ્ત, બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ”

અને છેલ્લે,

“આપણને અધવચે છોડી જતા રહેલા

ઉદ્ગીત વર્ષા જંબુ અને અર્ચિતાને યાદ કરી

એકબીજાને રડવામાં મદદ કરી લઈએ

ચાલને દોસ્ત આ ચારે સાથે બાળપણની દુનિયામાં એક લટાર મારી આવીએ”

 

હર્ષા મહેતા (ભાટિયા)

–૧૯૭૧ A Division