ચાલને જિંદગી આજે ફરી ‘KBC’ ‘KBC’ રમીએ

ચાલને જિંદગી આજે ફરી
‘KBC’ ‘KBC’ રમીએ
સમજણી થઈ ત્યારથી તારી સાથે એ જ તો રમતી આવી છું
તેં મને સતત ‘Hot Seat’ પર બેસાડી
ભરપૂર હસાવી-રમાડી ને વખતોવખત એ હોટ સીટે મને
ખૂબ દઝાડી..
જો કે અગણિત Life Line પણ તેં આપી
સાચું કહું તો હે જિંદગી, તેં મને
કેટલીય નવી જિંદગી આપી
‘Phone a Friend’, ઓહો એમાં તો બહુ મજા
કામ થોડું, ગમ્મત વધુ, વાતોના વડા ઝાઝા,
ને હારી જાઉં તોય ન લાગે સજા
‘જોડીદાર’, કરે મને ખબરદાર, ધ્યાનથી રમ, નહી તો જીત નહી
પણ મળશે હાર
‘Expert Advice’, ડગલે ને
પગલે લીધી
કેટલીય વાર તો તેં જ આંગળી
ચીંધી
‘50:50’ ના Option થી હું ગઈ મુંઝાઈ
તો ‘Audience Poll’ થી બહુ હરખાઈ
પણ હજી છેલ્લા સવાલ ને ઘણી વાર છે
‘Life Line’ બહુ બાકી છે ને
મારી તૈયારી તડામાર છે
ચાલ જિંદગી આજે ફરી
‘KBC’ ‘KBC’ રમીએ
ફક્ત શરત એટલી,

કે આજે ‘Hot Seat’ પર તું બેસ ને
હું તને સવાલ પૂછીશ..
કયારેક તું તો આ ‘Hot Seat’ નો દઝાડતો અનુભવ લઈ જો..!

-હર્ષા મહેતા.