*જીવન તરાપો*

 

 
In Association with Amazon.in

આજે આપણી young@60+ ના ગુજરાતી વિભાગ માટે મારી એક નાની કવિતા.

*જીવન તરાપો*

જન્મતા સાથે પહેલા એક થપ્પડ પડી ગઈ,

તોય ના રોયો તો હુંફાળા પાણીમાં ઝબોળ્યો

પણ જ્યાં મારી માના શ્વાસ તૂટવા લાગ્યા,

કદાચ ઇશ્વરેજ એટલેજ મને રડાવ્યો.

પછી,

માની મામાતામાં હરપળ સોનેરી ભાસી,

ને મને હવે જીવવાની લગીર ફાવટ આવી.

જ્યાં ડગ મુક્યો જવાની માં ને કોણ જાણે કેમ સૌ દૂર જઇ બેઠા

આપણાં ને પારકાના સરવાળા થઈ ગયા

મારા તારામાં કંઈક રાવણ થઈ ગયા

માનવું નહોતું તોય એમ સમજાયું

જીંદગી, અફાટ દરિયા પર સફર છે તારાપામાં.

 

સુનીલ શાહ