માં મને ખૂબ વહાલી હતી પણ….પપ્પા હવે તમે નથી

 

માં મને ખૂબ વહાલી હતી
પણ….

પપ્પા હવે તમે નથી

બળતા બપોરના રખડતો રોકનાર
હવે તમે નથી
ઝગડામાં ઢાલ થઈ બચાવનાર
હવે તમે નથી
મૂંછવણમા રાહબર બનનાર
હવે તમે નથી
સાચો ખોટો ઠપકો આપનાર
હવે તમે નથી
ખૂબ વહાલ ને તમાચો ચોડનાર
હવે તમે નથી
મમ્મીની ના ની હા કરાવનાર
હવે તમે નથી
આ શબ્દોના ઉભરાને ઝીલનાર
હવે તમે નથી
આંસૂના ધોધને ઝીલનાર
હવે તમે નથી

સુનીલ