મારી મા નો પાલવ – मेरी माँ का पल्लु

 

 

 

 

મારી મા નો પાલવ
મારી મા તારા વિરહ ને થયા વરસ સાત
મમ્મી તું મને બહુ યાદ આવી કાલ રાત
મળવા આવને, મારે કરવી છે બહુ વાત
તે આપેલ ગોદડું આજ પણ છે મુજ પાસ
છે એ તો એકદમ Special ને ખાસ
તારા સાડલામાંથી બનાવેલ, છે એમાં તારી સુવાસ
તારો પાલવ એને શોભાવે, જાણે એમાં તારો વાસ

એ જ પાલવ,
જે કાનુડા સામે પથરાયું મમ સુખ કાજ

એ જ પાલવ,
જેની હેઠળ સંતાડી તેં અમૃત પાયું,
જેનો તો શું સ્વાદ

એ જ પાલવ,
જયાંથી મળ્યું હેતનું મીઠું ઝરણું
પપાના રોષથી બચવા મળ્યું ત્યાં જ શરણું

એ જ પાલવ,
જેણે મમ અશ્રુ લુછયા ‘ગર જાણ્યું કોઈ
દુખ
પોતે પણ રડી હશે પણ વાંછયુ ફક્ત મારુ સુખ
તારી યાદે મને ખૂબ રડાવી
નિદ્રા મને બહુ જાય સતાવી

પણ બેની મારી મા સમાન
રાખે સહુનું ખૂબ જ ધ્યાન
રડતી જાણી બહુ ધમકાવી
કહે મા નો પાલવ તને ઓઢાડું
જો કેવી સૂઈ જાય તું બાળક જેવી
સાચે જ કેવો હોય છે ચમત્કારિક
મારી તમારી ને સહુ ની મા નો પાલવ

मेरी माँ का पल्लु
मेरी माँ तुझसे बिछड़े हुए साल सात
माँ तुम मुझे बहोत याद आइ कल रात
मिलने आ तुं, करनी है तुझसे ख़ूब बात
तुने दी वो रज़ाई अब भी है मुझ पास
तेरी साड़ी से बनाई, है उसमें तेरी सुवास
सुहावे तेरा पल्लु, जाने है इसमें तेरा वास

वो ही पल्लु
जो कान्हा के सामने बिछाया मम सुख काज
वो ही पल्लु
जिसके नीचे छिपाकर, जो अमृत पिलाया
बढीया जिसका स्वाद
वो ही पल्लु
जहाँ से मिला प्यार का झरण
पापा के रोष से बचने पाया वही शरण
वो ही पल्लु
जिसने मेरे आँसु पोंछे ‘गर जाना कोइ दुख
ख़ुद भी रोई होगी, पर चाहा सिर्फ़ मुझ सुख

तेरी याद मुझे बहोत सताये
नींद मुझसे दूर भागे

पर बहन मेरी माँ समान
रखे सबका बहुत ही ध्यान
रोती जान मुझ पर बहोत चिल्लाई
बोली आजा ओढ़ा दूँ माँ का पल्लु
देख कैसे सो जाओ तुम बालक जैसी

सच में कैसा होता है चमत्कारी
मेरी, तुम्हारी और सबकी माँ का पल्लु..

હર્ષા મહેતા (ભાટિયા)