* વ્યાખ્યા પ્રેમની *

 

In Association with Amazon.in

ચંદ્ર અવનીને તેના પ્રેમપાશમાં જકડી રહ્યો હતો

હવા ઠંડા શ્વાસ લઈ ઉત્તેજીત

થઈ રહી હતી

મને જાણે સ્વપ્નસૃષ્ટી નો ભાસ

થઈ રહ્યો હતો.

 

અપલક દ્રષ્ટિએ, હું

તે દૃશ્યની સજીવંતતા પી રહ્યો.

બે આકૃતિઓ,

એકબીજામાં ભૂમિતીના જાણે

બધાંજ નિયમોની અવગણના

કરીને સમાઈ ગઇ હતી.

વેરાન જગ્યા ને

આછા ધુમ્મસનો પડદો

તે આકારોને કદાચ

તેમના ગંધાતા શરીરની બૂ નડતી નહોતી

કદાચ તેમના પેટ નો ખાડો નડતર નહોતો

કદાચ ઉપસેલા હાડકા વાગતા નહતા.

હું પ્રેમની આ ઉત્કટ અવસ્થા જોઈ

મનોમન બોલી ઉઠ્યો

પ્રેમની કોઈ વ્યાખ્યા હોઈ તો

તે આ જ છે

 

સુનીલ શાહ